ONGC (WESTERN SECTOR,GUJARAT) LTD. દ્વારા ગુજરાતમાં Diploma Certificate Valid ન ગણી નોકરી ન આપવા બાબત.

Complaint Date:
Category: Education

Company Name: ,

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનુ કે હુ પટેલ અમિતકુમાર અશોકકુમાર ONGC WESTERN SECTOR: VADODARA(GUJARAT), મા Advertisement No.03/2014(R & P) દ્વારા જાહેરાત આપવામા આવેલ જેમા Assistant Technician (Electronics) Post ઉપર Diploma in Electronics and Communication ના બેઝ ઉપર તા.૩૦/૦૯/૨૦૧૪ ના રોજ આ જાહેરાત ભરેલ છે. તથા તા. ૧/૧૦/૨૦૧૪ ના રોજ ૩૨૦/- રૂ. ફી પણ ભરેલ છે અને મારી અરજી ONGC GUJARAT દ્વારા સ્વિકારેલ છે. જેમા મારો Registration No. ૨૦૦૦૩૬૨૨ છે.
ONGC WESTERN SECTOR: VADODARA (GUJARAT) દ્વારા તા. ૨૩/૧૧/૨૦૧૪ (રવિવાર) ના રોજ લેખિત પરિક્ષા અમદાવાદ ખાતે ગોઠવેલ હતી જેમા મારો Roll No. 2051900427 તથા Registration No. 20003622 છે. જે પરિક્ષાનુ રીઝ્લ્ટ ઓન લાઇન જોતા હુ પાસ થયેલ છુ જેના માર્ક્સ આપેલ નથી. ત્યાર બાદ તા. ૨૪/૦૩/૨૦૧૫ ના રોજ ઇન્ટરવ્યુ ONGC RECRUITMENT SECTION,PRAGATI BHAVAN,VADODARA ખાતે રાખેલ હતુ. જે દરમ્યાન દરેક ડોક્યુમેન્ટની ઝેરોક્ષ લઇ વેરીફાય કરેલ છે. હવે ONGC ની Advertisement મા ટોટલ ૧૦ જગ્યા બતાવેલ છે જેમા તા. ૧૬/૦૬/૨૦૧૫ ના રોજ ઓન લાઇન રીઝ્લ્ટ જોતા AT(Electronics) મા ફક્ત ૦૭ ઉમેદવાર ને સિલેક્ટ કરેલ છે.ત્યાર બાદ બે મહિના બાદ ONGC માથી ડોક્યુમેન્ટ રિ-વેરીફિકેશન માટે ઘરે લેટર આવેલ જેમા તા.૧૯/૦૮/૨૦૧૫ ના રોજ ONGC RECRUITMENT SECTION,PRAGATI BHAVAN,VADODARA ખાતે રૂબરૂ દરેક ડોક્યુમેન્ટની ઝેરોક્ષને ઓરિજનલ ડોક્યુમેન્ટ સાથે રિ-વેરીફિકેશન કરાવેલ છે છતા કોઇ પ્રકારનો જવાબ ઘરે આવેલ નથી. જેમા રિ-વેરીફિકેશન લેટરમા નામ લખવામા પણ ભુલ કરેલ છે તો આ અધિકારીશ્રી ડોક્યુમેન્ટ શુ રિ-વેરીફાય કરતા હશે. ત્યાર બાદ તા. ૨૭/૧૦/૨૦૧૫ ના રોજ ONGC મા નોટિસ મોકલતા કોઇ જવાબ આપેલ નથી પછી નામદાર હાઇકોર્ટ દ્વારા કેસ દાખલ કરતા લેખિતમા જવાબ આપેલ જેમા લખેલ કે તમે ડિપ્લોમા અભ્યાસ 2 1/2 વર્ષમા પુર્ણ કરેલ છે જ્યારે અમારે ૩ વર્ષમા ડિપ્લોમા અભ્યાસ પુર્ણ કરેલ ઉમેદવાર જોઇએ છે. હવે સાહેબ મેં ડિપ્લોમા અભ્યાસ વર્ષ ૨૦૦૪મા એડમિશન લઇને વર્ષ ૨૦૦૭ મા Technical Examination Board, Gandhinagar દ્વારા Multipoint Entry and Credit System (MPEC) મા પુર્ણ કરેલ છે. જેમા MPEC પધ્ધતિમા ધોરણ ૧૨ સાયન્સ તથા ધોરણ ૧૦ ટેકનિકલ વિધ્યાર્થીઓ નિયમિત Credit મેળવતા જાય તો તેઓ ડિપ્લોમા અભ્યાસક્રમ ફક્ત બે જ વર્ષમા પુર્ણ કરી શકે છે. આમ TEB દ્વારા ધોરણ ૧૨ સાયન્સ પછી Diploma EC 2 1/2 વર્ષમા અને ધોરણ ૧૦ પછી Diploma EC 3 1/2 વર્ષમા પુર્ણ થતુ હતુ જે સરકારશ્રી દ્વારા નિયત કરેલ વર્ષ હતા ત્યારબાદ વર્ષ ૨૦૦૮ થી Gujarat Technological University દ્વારા ચાર્જ લેતા Diploma EC ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પછી ફરજિયાત 3 વર્ષમા પુર્ણ કરવુ જેવો નિયમ સરકારશ્રી દ્વારા નિયત કરેલ છે પણ ટેકનિકલ વિષયો એકજ છે.સાહેબ અહિં મારી ભુલ ન હોવા છતા હુ ભોગવી રહ્યો છુ તથા TEB ના સર્ટીફીકેટ ઉપર ONGC, GUJARAT દ્વારા મારા જેવા ઉમેદવારોને અગાઉ નોકરી આપેલ છે. પણ ગુજરાત સરકાર તથા ONGCની ભુલના કારણે TEB માથી પાસ થયેલ વિધ્યાર્થીઓનુ ONGC Gujarat દ્વારા ડિપ્લોમા માન્ય ગણતા નથી જે ONGC નો પોતાના નિયમ છે.
હુ આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી કરુ છુ કે આપ ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવા માગો છો છતા આ પ્રકારના અન્યાય હજુ પણ જોવા મળે છે. સાહેબ દરેક વ્યક્તિને સમાન તક આપવી પડે. હુ એક ખેડુત પરિવારનો દિકરો છુ અને મે ડિપ્લોમામા ૭૭.૬૬ ટકા સાથે કોલેજમા બીજો નંબર મેળવ્યો છે છતા પણ પુરો ન્યાય મળતો નથી મારી સાથે મારા માતા-પિતાની પણ આશા તથા અપેક્ષાઓ છે. આ પ્રકારના અન્યાયથી મારો ભણવા પ્રત્યેનો મોરલ પણ ધટી રહ્યો છે. આપશ્રી મને ONGC મા પુરો ન્યાય અપાવશો અને તપાસ કરી મને લેખિતમા જવાબ પણ આપશો તેવી હુ આપ સાહેબશ્રી પાસે અપેક્ષા રાખુ છુ.

ONGC (WESTERN SECTOR,GUJARAT) LTD. દ્વારા ગુજરાતમાં Diploma Certificate Valid ન ગણી નોકરી ન આપવા બાબત.
0 votes, 0.00 avg. rating (0% score)

One Response to “ONGC (WESTERN SECTOR,GUJARAT) LTD. દ્વારા ગુજરાતમાં Diploma Certificate Valid ન ગણી નોકરી ન આપવા બાબત.”

 1. mukesh kumar gurjar

  Hello sir
  Mere sat 150 students h jo Dr. Mc sexana medical college lucknow me h es college ko highy cort ne addmision ki prmision diya ta (150) ki
  Abi tk college ko mci approval nhi diya
  Hm students ka 2015-16 ka bech h use plz lop dilava do jis se hm sb ka creeyr bch ske
  Me aap se bhut umid or aasavo ke sat ye likha h so plz sir ek bar en sb students ki be suno plz sir plz sir

  Reply

Leave a Reply

 • (will not be published)

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>


nine × 3 =